વેપારીના નામે ગોલ્ડ લોન થઈ શકે તેમ ન હોવાથી પરિચિતના નામે લોન કરાવી હતી, બારોબાર દાગીના વેચી માર્યામોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા અને લાલપર ગામે ઓફીસ ધરાવતા યુવાનને પૈસાની જરૂરત હોય પોતાના નામે ગોલ્ડ લોન ન થઈ શકે તેમ હોવાથી પરિચિતના નામે દાગીના ગીરવે મૂકી ગોલ્ડ લોન કરાવ્યા બાદ પરિચિત્તે અન્ય એક શખ્સની મદદથી બારોબાર દાગીના છોડાવી વેચી મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે ઓમપાર્કમાં રહેતા અને લાલપર ખાતે કેવલ પેલેટ નામની ઓફીસ ધરાવતા કેતનભાઈ ભીમજીભાઈ વાઘેલાએ આરોપી કીર્તિકુમાર કનુભાઈ વરાણીયા રહે.નવી પીપળી અને આરોપી પ્રમીલ ચતુર્વેદી રહે.હાલ અસલાલી અમદાવાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.4 ફેબ્રુઆરી 2025ના રોજ તેમને રૂપિયાનું જરૂરત હોય દાગીના ગીરવે મુકી ગોલ્ડ લોન કરાવવી હતી પરંતુ તેમને લોન મળે તેમ ન હોવાથી અગાઉ સાથે કામ કરતા કીર્તિકુમાર વરાણીયાને વાત કરતા કીર્તિકુમારે હા પાડી હતી જેથી સોનાનું મંગળસૂત્ર, બુટી, સોનાની સેર, વીંટી સહિત કુલ રૂ.7.50 લાખનું સાડા છ તોલા સોનું ગીરવે મૂકી 3.02 લાખ લીધા હતા. બાદમાં લગ્નમાં દાગીના પહેરવા હોય દાગીના છોડાવવા માટે જાન્યુઆરી 2026મા આરોપી સાથે વાત કરતા આરોપી કિર્તીકુમાર અને આરોપી પ્રમિલ ચતુર્વેદીએ દાગીના બારોબાર છોડાવી વેચી માર્યા હતા.બનાવ અંગે પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.