મોરબીની તમામ સબ ડિવિઝન ઓફિસે બિલના પૈસા સ્વીકારવા સ્ટાફ ફરજ પર હાજર રહેશેમોરબી: મોરબીમાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આગામી તારીખ 17-03-2026 ને મંગળવારના રોજ મોરબીમાં PGVCL દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કાલે રવિવારે તમામ ઓફિસો બિલ સ્વીકારવા ચાલુ રહેવાની છે. પીજીવીસીએલ દ્વારા તમામ ગ્રાહકોને સુચના આપવામાં આવી છે કે જેમના વીજ બિલ ભરવાના બાકી છે, તેઓએ તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરી ખાતે જઈને પોતાના બિલની ભરપાઈ કરી દેવી. ગ્રાહકોની સુવિધા માટે અને બિલ ભરવા માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી ખાસ આવતીકાલે રવિવારના રોજ પણ પીજીવીસીએલની તમામ સબ ડિવિઝન કચેરીઓ ખુલ્લી રહેશે અને ત્યાં બિલની રકમ સ્વીકારવામાં આવશે.તારીખ 17 માર્ચના રોજ મોટી સંખ્યામાં પીજીવીસીએલની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને બાકી બિલ ધરાવતા ગ્રાહકોના જોડાણ કાપવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્રાઈવ દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ. જો કોઈ ગ્રાહકનું પાવર કનેક્શન કાપવામાં આવશે, તો ત્યારબાદ તેમને પૂરેપૂરું બાકી બિલ અને તેની સાથે રી-કનેક્શન ચાર્જ પણ ફરજિયાત ભરવો પડશે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેઓને રવિવારની આ ખાસ સુવિધાનો લાભ લઈ અથવા ઓનલાઈન માધ્યમથી વહેલી તકે બિલ જમા કરાવી ડિસકનેક્શનની આ કડક કાર્યવાહી અને વધારાના ચાર્જથી બચવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #PGVCL #Morbi #ElectricityBill #MegaDisconnectionDrive #MorbiNews #Gujarat