મોરબી: હિન્દુ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને જાગૃતિનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી મોરબીમાં એક ભવ્ય 'હિન્દુ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આગામી તારીખ ૧૫-૦૩-૨૦૨૫, રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય સંમેલન મોરબીના એસ.પી. રોડ પર આવેલા દેવ ફાર્મ ખાતે યોજાશે. આયોજકો દ્વારા ધર્મ અને સંસ્કૃતિના આ જાગૃતિ કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #HinduMahasammelan #MorbiNews #HinduSamaj #MorbiEvents #SPRoad