મોરબી : વર્ષ 2001થી અતિગરીબ બાળકોને શિક્ષણ આપી રહેલ ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં હાલ 230 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ એક ખાનગી શાળા હોવા છતાં, પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા 8 થી વધુ બાળકોને અહીં વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.શાળાના આ ઉમદા કાર્યને સહયોગ આપવા માટે કે.જી. કુંડારીયાની પ્રેરણાથી વિન્ટેલ ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ ગોરધનભાઈ કુંડારીયા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારને શિક્ષણ સહાય રૂપે રૂપિયા 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે અશ્વિનભાઈ સી. પટેલ તેમજ શાળાના વહીવટદાર કે.આર. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના તમામ બાળકો અને શિક્ષકોએ વિન્ટેલ ફાઉન્ડેશનના આ અમૂલ્ય દાનને બિરદાવી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #VintelFoundation #Education #Donation #SocialWork #GujaratNews