તા.17 પહેલા વીજ બિલ ભરી દેવા પીજીવીસીએલની અપીલ, ત્યારબાદ કનેક્શન કાપી નખાશેમોરબી: મોરબીમાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આગામી તારીખ 17-03-2026 ને મંગળવારના રોજ મોરબીમાં PGVCL દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.પીજીવીસીએલ દ્વારા તમામ ગ્રાહકોને જણાવાયું છે કે જેમના વીજ બિલ ભરવાના બાકી છે, તેઓએ તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરી ખાતે જઈને પોતાના બિલની ભરપાઈ કરી દેવી. તારીખ 17 માર્ચના રોજ મોટી સંખ્યામાં પીજીવીસીએલની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને બાકી બિલ ધરાવતા ગ્રાહકોના જોડાણ કાપવામાં આવશે.વીજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્રાઈવ દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ. જો કોઈ ગ્રાહકનું પાવર કનેક્શન કાપવામાં આવશે, તો ત્યારબાદ તેમને પૂરેપૂરું બાકી બિલ અને તેની સાથે રી-કનેક્શન ચાર્જ પણ ફરજિયાત ભરવો પડશે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેઓને વહેલી તકે બિલ જમા કરાવી ડિસકનેક્શનની આ કડક કાર્યવાહી અને વધારાના ચાર્જથી બચવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #PGVCL #Morbi #ElectricityBill #MegaDisconnectionDrive #MorbiNews #Gujarat