મોરબી: મોરબી તાલુકાની રાજપર માધ્યમિક શાળા ખાતે તા. 09 માર્ચથી 15 માર્ચ સુધી 'વિશ્વ ગ્રાહક દિવસ' અંતર્ગત ગ્રાહક સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહક તરીકેના હકો, જવાબદારીઓ અને બજારમાં થતી છેતરપિંડી સામે જાગૃત રહેવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.શિક્ષકો દ્વારા માર્ગદર્શનગ્રાહક સપ્તાહના પ્રારંભે 9 માર્ચના રોજ શાળાના શિક્ષક હર્ષદભાઈ ગોસ્વામીએ વિશ્વ ગ્રાહક દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજના હરીફાઈના યુગમાં દરેક ગ્રાહકને વસ્તુની યોગ્ય કિંમત, ગુણવત્તા અને સાચી માહિતી મેળવવાનો કાયદેસરનો અધિકાર છે. ગ્રાહકો જેટલા જાગૃત હશે એટલું જ શોષણ ઓછું થશે.વક્તવ્ય સ્પર્ધા: 'ગ્રાહક બજારનો રાજા'તા. 11 માર્ચના રોજ શાળાની પ્રાર્થનાસભામાં 'ગ્રાહક બજારનો રાજા' વિષય પર વક્તવ્ય સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ધારદાર રજૂઆત કરી ગ્રાહક જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ધોરણ 9ના વિદ્યાર્થી સાવરિયા પ્રણવ દિલીપભાઈને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યો હતો.ચિત્ર સ્પર્ધા દ્વારા જાગૃતિનો સંદેશસપ્તાહના અંતિમ ચરણમાં તા. 13 માર્ચના રોજ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'જાગો ગ્રાહક જાગો' અને 'ગ્રાહક બજારનો રાજા' જેવા વિષયો પર બાળકોએ પોતાની કલા કંડારી હતી.સ્પર્ધાના વિજેતાઓ: • પ્રથમ નંબર: હડિયલ સાગર • દ્વિતીય નંબર: પરમાર અનુજ • તૃતીય નંબર: દેલવાડિયા દિવ્યા અને પરમાર વૈશાલીઆ તમામ વિજેતાઓને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સપ્તાહ દરમિયાન શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જોડાઈને ગ્રાહક જાગૃતિના આ અભિયાનને સફળ બનાવ્યું હતું.#Morbi #MorbiUpdate #WorldConsumerDay #RajparSchool #StudentAwareness #ConsumerRights #JagoGrahakJago #EducationNews #MorbiNews