વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા મનસુખભાઇ ઉર્ફે મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસણીયા ઉ.42 નામનો યુવક કોઈ બીમારી સબબ બેભાન થઈ જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.