મોરબી : મોરબીમાં ઋષભનગર અને સોઓરડી વસ્તીની હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આગામી તારીખ 18-03-2026 ને બુધવારના રોજ રાત્રે 9:00 કલાકે મિલનપાર્ક સોસાયટીના સાર્વજનિક પ્લોટ ખાતે એક ભવ્ય 'હિન્દુ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત યોજાઈ રહેલા આ સંમેલનમાં સમાજ નિર્માણ માટે 'પંચ પરિવર્તન' પર વિશેષ ભાર મૂકવામાં આવશે. જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જતન, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી ભાવ જાગરણ જેવા પાંચ મહત્વના વિષયો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. આ કાર્યક્રમ સમરસતા, સંસ્કાર અને સ્વાભિમાનના ઉજાસથી ભરેલો તથા પરંપરા અને પ્રેરણાનો સંગમ બની રહેશે.'હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહિ સહે' ના સંદેશ સાથે આયોજિત આ ઐતિહાસિક તથા દિવ્ય અવસરમાં વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતાને સહપરિવાર પધારી આ ગૌરવપૂર્ણ ક્ષણનો ભાગ બનવા હિન્દુ સંમેલન સમિતિ (ઋષભનગર/સોઓરડી વસ્તી) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #HinduSammelan #RSS #SanghShatabdiVarsh #PanchParivartan #SamajikSamarasata #MilanParkSociety