મોરબી: નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને ઘર આંગણે જ વિવિધ યોજનાઓનો લાભ તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા હેતુ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સેવા સેતુ 2.0 (શહેરી)’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 13 માર્ચ અને 16 માર્ચના રોજ શહેરના અલગ-અલગ વિસ્તારો માટે ખાસ કેમ્પ યોજાશે.રાજ્ય સરકારના જનકેન્દ્રિત શાસન અભિગમને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે યોજાનારા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા સહિતના વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાશે. નાગરિકો પોતાની અરજી અને જરૂરી દસ્તાવેજો સાથે કેમ્પમાં જઈને સ્થળ પર જ ઉકેલ મેળવી શકશે.ક્યારે અને ક્યાં યોજાશે કેમ્પ?1. પ્રથમ તબક્કો: તા. 13/03/2026 (શુક્રવાર) • સમાવિષ્ટ વિસ્તારો: વોર્ડ નં. 2, 3, 4, 5, 6 અને 13 • સ્થળ: તાલુકા શાળા, મણી મંદિર પાસે • સમય: સવારે 09:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી2. દ્વિતીય તબક્કો: તા. 16/03/2026 (સોમવાર) • સમાવિષ્ટ વિસ્તારો: વોર્ડ નં. 1, 7, 8, 9, 10, 11 અને 12 • સ્થળ: વજેપર વાડી પ્રાથમિક શાળા, મોમ્સ હોટલની પાછળ • સમય: સવારે 09:00 થી સાંજે 05:00 વાગ્યા સુધીસ્થળ પર કઈ-કઈ સેવાઓનો લાભ મળશે?આ કેમ્પમાં નાગરિકો નીચે મુજબની કામગીરી કરાવી શકશે: • આવક, જાતિ અને રહેઠાણના દાખલા • રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારા અને E-KYC • આધારકાર્ડને લગતી તમામ કામગીરી • PMJAY (આયુષ્માન કાર્ડ)માં અરજી અને મફત હેલ્થ ચેકઅપ • નવીન વારસાઈ અરજીઓ તથા 7/12, ૮ 8-અ ની નકલ • જન્મ-મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો • ઘરેલુ નવા વીજ જોડાણ અને બેંકિંગ સેવાઓ • પી.એમ. કિસાન સન્માન નિધિ લાભાર્થીનું E-KYC • કૃષિ, પશુપાલન અને સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓમોરબી મહાનગરપાલિકાના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરના તમામ નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા અને પોતાના વહીવટી પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #SevaSetu #MorbiNagarpalika #GovernmentSchemes #PublicService #DigitalGujarat #CitizenService