લીલાપરમાં નવઘણની દેશી દારૂની ફેકટરી ઝડપાઇ, માળીયા વનાળિયામાં મુશ્કાન ઝપટે ચડીમોરબી : રાજકોટ રેન્જ આઈજી તરીકે કડક અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ મોરબીમાં સીધી અસર જોવા મળી છે. મોરબી પોલીસે છેલ્લા બે દિવસમાં દેશી - વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોસ વધારી છેલ્લા 24 કલાકમાં કુલ 42 દરોડા પાડી દારૂના ધંધાર્થી તેમજ પીનારા પર કેસ કર્યા છે જેમાં લીલાપરનો કુખ્યાત નવઘણ અને માળીયા વનાળિયાની દેશી દારૂની ધંધાર્થી મુશ્કાન પણ ઝપટે ચડી ગઈ હતી.મોરબી તાલુકા પોલીસે દારૂની બદી પર કરેલી કાર્યવાહીમાં લીલાપર ગામે દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપી લઈ કુખ્યાત નવઘણ જેઠાભાઈ દેગામાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડતા 400 લીટર ગરમ આથો, 4600 લીટર ઠંડો આથો,150 લીટર દેશી દારૂ, ઇલેક્ટ્રિક મોટર સહિતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.1,59,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, આરોપી હાજર મળી આવ્યો ન હતો. જ્યારે બી ડિવિઝન પોલીસે માળીયા વનાળિયા સોસાયટીમાં દરોડો પાડી દેશી દારૂની ધંધાર્થી મુશ્કાન અબ્બાસભાઈ કટિયાને 70 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 14 હજાર સાથે ઝડપી લીધી હતી.જો કે, મુશ્કાનને દારૂ આપી જનાર દિપક કોળી હાજર મળી આવ્યો ન હતો.બીજીતરફ એલસીબી ટીમ પણ હરક્તમાં આવી હતી અને પંચાસર ચોકડી પાસે દરોડો પાડી 100 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 20 હજાર સાથે મયુર બટુકભાઈ વાઘેલા રહે.વેજીટેબલ રોડ વાળાને ઝડપી લીધો હતો. જો કે, દેશી દારૂ આપી જનાર અશોકસિંહ હનુભા ઝાલા રહે.રતનપર રાજકોટ અને નસીતપર ગામનો દિલાવરસિંહ ઉર્ફે ગોપી ઝાલા હાજર નહિ મળી આવતા ત્રણેય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.જ્યારે એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 3મા દરોડો પાડી માસૂમ હોસ્પિટલ સામે જીજે - 01 - ટીએચ - 3482 નંબરની રીક્ષામાંથી વિદેશી દારૂના 20 ચપલા કિંમત રૂપિયા 2400 બિનવારસુ કબ્જે કરી રીક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે શક્ત શનાળા મંદિર પાછળ દરોડો પાડી જીજે - 36 - એસી - 1577 નંબરની સ્વીફ્ટ કારમાંથી આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા રહે.શનાળા વાળાને બિયરના 17 ટીન કિંમત રૂપિયા 2040 સાથે ઝડપી લઈ 3 લાખની કાર સહિત 3,02,040નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.