મોરબી : મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી સમયમાં ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુની 45મી પ્રગટ્ય જન્મ જયંતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સમૂહ ભોજન (મહાપ્રસાદ) યોજાશે.આગામી તા. 20/03/2026 ને, શુક્રવાર (સંવત ૨૦૮૨, ચૈત્ર સુદ-૨) ના રોજ નહેરુ ગેઇટ પાસે આવેલી દરિયાલાલ મંદિરવાળી શેરીમાં સ્થિત દરિયાલાલ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વરુણ યજ્ઞમાં યજમાન પદે અમિતભાઈ રજનીકાંતભાઈ પુજારા તથા પૂર્વીતાબેન અમિતભાઈ પુજારા પરિવાર બિરાજશે.ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા: • સવારે 06:00 થી 07:00 - દરિયાલાલ પ્રભુની આરતી • સવારે 07:30 થી 08:00 - દરિયાલાલ પ્રભુનું પૂજન • સવારે 08:30 થી 09:00 - રામાયણ પ્રવચન • સવારે 09:30 થી 03:00 - વરુણ યજ્ઞ તથા શ્રીફળ હોમવાનું આયોજનમહાપ્રસાદ (સમૂહ ભોજન):સમસ્ત લોહાણા જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન દશાશ્રીમાળી વણીક જ્ઞાતિની ભોજનશાળા (સાવસર પ્લોટ મેઈન રોડ શેરીમાંથી પ્રવેશ) ખાતે રાખવામાં આવ્યું છે. જેનો સમય નીચે મુજબ રહેશે: • બહેનો માટે: સાંજે 06:00 થી 08:00 • ભાઈઓ માટે: રાત્રે 08:00 થી 10:00આ મહોત્સવને સફળ બનાવવા માટે મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિના પ્રમુખ ઘનશ્યામભાઈ કાનજીભાઈ જોબનપુત્રા, ટ્રસ્ટીઓ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક, કમલેશભાઈ કીર્ચંદભાઈ કકકડ, ચંદ્રેશભાઈ હીરાલાલ કોટક, સુનિલભાઈ જગદીશચંદ્ર પુજારા, માલવભાઈ દીપકભાઈ જોબનપુત્રા, હસમુખભાઈ બચુભાઈ મીરાણી, પરેશભાઈ હસમુખરાય રાયચુરા, ભરતકુમાર મનસુખલાલ હીરાણી, જીજ્ઞેશભાઈ મુળજીભાઈ પુજારા અને હેમાંગભાઈ નટવરલાલ પંડિત સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #DariyalaJayanti #ReligiousNews #LohanaSamaj #MorbiNews #Festival