રવાપર ચોકડીથી આગળ નવી જગ્યાએ યોજાશે ખેડૂત હાટ મોરબી : ગ્રીન મોરબી બનાવવાના સંકલ્પ સાથે નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી તા. 15 માર્ચ 2026 ને રવિવારના રોજ સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ખેડૂત હાટ હવે નવી જગ્યાએ એટલે કે રવાપર ચોકડીથી આગળ, લીલાલહેર વચ્ચે, પંચવટી સોસાયટીના નાકે, હરીઓમ ફરસાણની સામે યોજાશે. આ કેમ્પમાં ખાસ ઓફર હેઠળ અબોલ પક્ષીઓ માટે ચકલીના માળા અને પાણીના પરબિયા રાહત ભાવે આપવામાં આવશે.આ ઉપરાંત લોકોને એક જ સ્થળેથી દરેક જાતના ફૂલ અને છોડના કલમી રોપા, દેશી ઓસડીયા, ચૂર્ણ, આયુર્વેદિક દવાઓ, શુદ્ધ મધ, અગરબત્તી, ગૂગળ, કપૂર, ગાયનું ઘી, ગોળ, ઓર્ગેનિક ખાંડ, હાથ બનાવટની માટીની તાવડી, પાટિયા, ફાઈબરના કુંડા, કાળા અને સફેદ તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ તેમજ કોપરેલ તેલ વગેરે પણ વ્યાજબી ભાવે મળી રહેશે.સંસ્થા દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આ ખેડૂત હાટ ભરવામાં આવે છે. આયોજકો દ્વારા પર્યાવરણના જતન હેતુ નાગરિકોને ખરીદી કરવા માટે પોતાની સાથે કાપડની થેલી લઈને આવવા ખાસ અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે નવરંગ નેચરલ ક્લબના પ્રમુખ વી. ડી. બાલા (9427563898) અથવા મોરબીના લવજીભાઈ પ્રજાપતિ (9925369465) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #NavrangNatureClub #KhedutHaat #GreenMorbi #OrganicProducts #BirdNests