ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે આગામી તારીખ ૧૩ માર્ચના રોજ છત્રોલા પરિવાર દ્વારા પોતાના સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે એક ભક્તિમય કાન-ગોપી મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સ્વ. અમરશીભાઈ મેઘજીભાઈ છત્રોલાની ૩૨મી તથા સ્વ. દિવાળીબેન અમરશીભાઈ છત્રોલાની ૧૩મી પુણ્યતિથિ નિમિત્તે તા. ૧૩/૦૩/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઉમિયાનગર ગામ ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાશે. આ ધાર્મિક આયોજનમાં પ્રખ્યાત 'સુરશ્યામ કાન ગોપી મંડળ' વાળા કલાકારો નારણભાઈ આહિર (ચૌટા વાળા) તથા જગાભાઈ (ટીકરવાળા) પોતાની વિશેષ રજૂઆત થકી ઉપસ્થિત સૌને રાધા-કૃષ્ણની ભક્તિના રસમાં તરબોળ કરશે.આ ભક્તિમય કાન-ગોપી મંડળના વિશેષ કાર્યક્રમને નિહાળવા તેમજ કૃષ્ણભક્તિમાં લીન થવા માટે મોરબી-ટંકારા પંથકના સર્વે ધર્મપ્રેમી જનતાને ઉમિયાનગર ગામે પધારવા સમસ્ત છત્રોલા પરિવાર તરફથી ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Tankara #MorbiUpdate #KaanGopiMandal #ReligiousEvent #Umiyanagar #GujaratNews