અવાર નવાર ઝઘડો કરી ધમકીઓ આપતા વૃદ્ધાએ ભર્યું હતું અંતિમ પગલું : સ્યુસાઇડ નોટ પણ મળીમોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ પર આવેલ ડીવાઇન પાર્કમાં રહેતા વૃધ્ધાએ ફ્લેટ ધારકોના ત્રાસથી કંટાળી જઈ એપાર્ટમેન્ટના લિફ્ટરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના પ્રકરણમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ પર આવેલ ડીવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઇ પાચોટીયાના માતાએ સવિતાબેને તા.5 માર્ચના રોજ લિફ્ટરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મૃતક સવિતાબેને સ્યુસાઇડ નોટમાં પાડોશીઓના ત્રાસથી પગલું ભર્યું હોવાનું જણાવતા બનાવ અંગે નરેન્દ્રભાઈએ આરોપી (૧) મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા (૨) વિશાલભાઇ અમરશીભાઇ ઘોડાસરા (૩) નિલેશભાઇ પ્રભુભાઇ બારૈયા (૪) ભાવીકભાઇ કારૂભાઇ વિરમગામા (૫)કેવલ કારૂભાઇ વિરમગામા (૬)રમણીકભાઇ ઉર્ફે ધામી આદ્રોજા (૭)નાનજી જીવાણી (૮)વિલાસબેન સવસાણી રહે.બધા સત્ય-બી એપાર્ટમેંટ મોરબી વાળા વિરુદ્ધ તેમના માતાને મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓ ફરિયાદીના પરીવાર સાથે ઝગડાનો ખાર રાખી તેમના માતા સવિતાબેનને અવાર નવાર ફરિયાદીની હાજરીમા તેમજ ગેરહાજરીમા ધાક ધમકી આપતા હતા તેમજ અગાઉ અનેક વખત પડોશીઓએ મૃતક સવિતાબેન જ્યારે પાર્કિંગમાં બેઠા હોય ત્યારે કાર ઉપર ચડાવી દેવા પ્રયાસ કરી ડરાવ્યાં હતા. સાથે જ એક વર્ષ પૂર્વે અગાસીમાં તમામ રહેવાસીઓએ ભેગા મળી તેમના પરિવારને માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યુ હતું. આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે ફરિયાદી નરેન્દ્રભાઈ પાંચોટિયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના માતા સવિતાબેનને ફ્લેટમાં રહેતા અન્ય લોકો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. અગાઉ ફ્લેટના રહેવાસીઓ સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આરોપીઓના આ ત્રાસ અને દુષ્પ્રેરણાથી કંટાળીને સવિતાબેને આપઘાત કરવાનું પગલું ભર્યું હતું. આ બનાવમાં પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેના આધારે એ ડિવિઝન પોલીસના સબ ઇન્સ્પેક્ટર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આપઘાતની દુષ્પ્રેરણાના આ કેસમાં પોલીસે સઘન તપાસ કરીને એક મહિલા સહિત કુલ ૮ આરોપીઓને ઝડપી લીધા છે. #Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MorbiPolice #GujaratPolice #SuicideCase