ખેડૂતોએ મગફળી કરતા તલનું વાવેતર વધારે પ્રમાણમાં કર્યું : છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ 23,413 હેકટરમાં વાવેતર : નર્મદા કેનાલના સિંચાઈ પર ઉનાળુ વાવેતરનો દારોમદારમોરબી : મોરબી જિલ્લામાં ખરીફ સીઝનમાં ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડયા બાદ એકંદરે શિયાળુ સિઝન સારી રહી છે. હાલમાં શિયાળુ પાકની લણણી પૂર્ણ થતાં જ જિલ્લામાં ઉનાળુ વાવેતરનો પ્રારંભ થઇ ચુક્યો છે. જિલ્લામાં હાલમાં પાંચેય તાલુકામાં 3373 હેકટર જમીનમાં તલ, મગફળી, બાજરી, ગુવાર ગમ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ઉનાળુ વાવતેર 23,413 હેકટરમાં થાય છે.જો કે, ઓણસાલ ઉનાળુ વાવેતર સમયે જ નર્મદા કેનાલ બંધ થવાની વાતો વચ્ચે ખેડૂતોએ ઉનાળુ સિઝન માટે પુરજોશમાં વાવેતર શરૂ કર્યું છે. જો કે, ઉનાળુ વાવેતરનો દારોમદાર નર્મદા અને મચ્છુ કેનાલ આધારિત હોય આગામી 15 દિવસમાં ઉનાળુ વાવતેરના સાચુ ચિત્ર સામે આવશે. હાલમાં જિલ્લામાં 95 હેકટરમાં બાજરી, 380 હેકટરમાં મગફળી, 1447 હેકટરમાં તલ, 281 હેકટરમાં શાકભાજી, 1155 હેકટરમાં ઘાસચારો અને 15 હેકટરમાં ગુવાર ગમ સહિત કુલ 3373 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું ખેતીવાડી વિભાગના આંકડા જણાવી રહ્યા છે.મગફળીની તુલનાએ તલના ભાવ ઉંચા આવતા હોવાથી તલનું વાવેતર વધ્યુંમોરબી જિલ્લામાં ઉનાળુ વાવતેરમાં ઓણસાલ સૌથી વધુ તલનું વાવેતર થયું છે. મગફળીની તુલાને તલના ભાવ ઉંચા રહેતા હોય છે.ઉપરાંત મજુરી ખર્ચ પણ ઓછો આવવાની સાથે ટૂંકી મુદતમાં તલનો પાક ઉપજતો હોવાથી ખેડૂતો તલનું વાવેતર વધુ પ્રમાણમાં કરતા હોવાનું પણ ખેતીવાડી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.