મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસ. એસ. સી. (ધોરણ ૧૦) ની બોર્ડની પરીક્ષામાં આજે પાંચમા દિવસે મોરબી ઝોન-૧૨૫ માં અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને વ્યાકરણમ વિષયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. આજના પેપરમાં મોરબી ઝોનમાં કુલ ૧૯૧ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.મોરબી ઝોન-૧૨૫ ના ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડા મુજબ, આજે તારીખ ૧૧-૦૩-૨૦૨૬ ના રોજ લેવાયેલ પરીક્ષામાં મોરબી ઝોનમાં કુલ ૧૨,૩૯૩ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૧૨,૨૦૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૯૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.વિષય અને માધ્યમ મુજબ આંકડાઓની વિગતઅંગ્રેજી (SL) ૧૬: અંગ્રેજી માધ્યમમાં કુલ ૧૨,૩૭૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૨,૧૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે ૧૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી.વ્યાકરણમ ૫૦૧: ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા તમામ ૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ વિષયમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો ન હતો.#Morbi #MorbiUpdate #SSCExam #GSEB #BoardExam2026 #MorbiNews #GujaratEducation #MorbiZone125