ધ્રાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામના યુવકની લાશ હળવદના ચંદ્રગઢ નજીકથી મળી આવીહળવદ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જુના ઘનશ્યામગઢ ગામના યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની પિતાને જાણ થઈ જતા બનાવ અંગે પિતાએ પુત્રને ઠપકો આપતા મનમાં લાગી આવતા યુવકે તા.2ના રોજ કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો હતો.ઘટનાના બે દિવસ બાદ તા.4ના રોજ મૃતદેહ હળવદના ચંદ્રગઢ નજીકથી મળી આવતા ગઈકાલે બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જુના ઘનશ્યામગઢ ગામે રહેતા અભી ઘનશ્યામભાઈ કૈલા ઉ.22 નામના યુવકને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની તેના પિતા ઘનશ્યામભાઈને જાણ થતા આ બાબતે ઠપકો આપ્યો હતો.જેથી અભીને લાગી આવતા તા.2ના રોજ કેનાલમાં કૂદી જતા તા.4ના રોજ હળવદના ચંદ્રગઢ નજીકથી લાશ મળી આવતા ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.