મોરબી: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને ઝોન ઇન્ચાર્જ પ્રકાશ દોંગાની આગેવાનીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના વિવિધ સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.બે તબક્કામાં થશે ઉમેદવારોની પસંદગીઆમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગી માટે બે સ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કા હેઠળ ૧૦ થી ૧૫ માર્ચ સુધી જિલ્લા અને લોકસભા સ્તરે સ્ક્રુટીની કમિટી દ્વારા દાવેદારો સાથે બેઠક કરવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં ૧૬ થી ૧૮ માર્ચ દરમિયાન પ્રદેશ સ્તરે નામો પર અંતિમ વિચારણા કરી સર્વોચ્ચ સમિતિને મંજૂરી અર્થે મોકલવામાં આવશે. ૨૦ માર્ચ પછી તમામ સીટો પર મજબૂત ઉમેદવારોના નામ જાહેર કરવાની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે.મોરબી-રાજકોટના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠકરાજકોટ ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, લોકસભા સહ ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા, વિધાનસભા ૭૦ ઇન્ચાર્જ શિવલાલ બારસીયા, વિધાનસભા ૬૮ ઇન્ચાર્જ રાહુલ ભુવા, વિધાનસભા ૭૧ રાજકોટ ગ્રામ્ય ઇન્ચાર્જ કૌશિક મકવાણા હાજર રહ્યા હતા.સાથે જ મોરબી જિલ્લા અને આસપાસના વિસ્તારના આગેવાનોમાં વાંકાનેર ઇન્ચાર્જ પંકજ આંદ્રોજા, સહ ઇન્ચાર્જ અર્જુનસિંહ વાળા, ટંકારા વિધાનસભા ઇન્ચાર્જ પંકજ રાણસરિયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવ, સાઉથ ઝોન સહ ઇન્ચાર્જ ચેતન કમાણી, રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે.કે.પરમાર અને પ્રદેશ સહ મંત્રી ઈન્દુભા રાઓલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.નવા ચહેરાઓને તકઆમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે આ પ્રક્રિયા અત્યંત પારદર્શક અને લોકશાહી ઢબે કરવામાં આવી રહી છે. જે પણ લોકો રાજકારણમાં આવી પરિવર્તન લાવવા માંગતા હોય તેઓને જિલ્લા સ્તરની સ્ક્રુટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આગામી ચૂંટણીમાં તમામ સીટો પર 'આપ' મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારી ભાજપ સામે સીધો વિકલ્પ પૂરો પાડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.#MorbiUpdate #AAPGujarat #LocalBodyElection2026 #RajkotNews #MorbiNews #GujaratPolitics #CandidateSelection #AamAadmiParty