ઇજાગ્રસ્ત બે બાળકો સહિત ચારેય લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયામોરબી : મોરબીના ઘુનડા રોડ પર આવેલા વૈદેહી ફાર્મ પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં સામેથી આવતી કારે એક રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકોને ઇજાઓ પહોંચી છે.મળતી વિગતો મુજબ, મોરબીના સજનપર રોડ પર રહેતો પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક વિક્રમ અબ્રાહ્મ ભરવાડિયા (ઉ.વ. 20), માયા અર્જુન ભરવાડિયા (ઉ.વ. 22), જાગુ અર્જુન ભરવાડિયા (ઉ.વ. 2 વર્ષ 6 મહિના) અને માત્ર 4 મહિનાના માસૂમ રાજ અર્જુન ભરવાડિયાને ઇજાઓ પહોંચી છે.અકસ્માત સર્જાતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Accident #MorbiAccident #GhundaRoad #CivilHospitalMorbi #GujaratNews