મોરબી : રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોરબી જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. મોરબીની ગુલાબનગર (ગાંધીનગર) પ્રાથમિક શાળાએ તાજેતરમાં જાહેર થયેલા CET અને NMMS પરીક્ષાના પરિણામોમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ખાસ કરીને શાળાની કન્યાઓએ 100 ટકા પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.સમગ્ર ગુજરાતમાં 7મો અને જિલ્લામાં 5મો નંબરકોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માં ગુલાબનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઋત્વા ભરતભાઈ બોપલીયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ઋત્વાએ 120 ગુણમાંથી 106 ગુણ મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં 7મું સ્થાન અને મોરબી જિલ્લામાં 5મો ક્રમ પ્રાપ્ત કરી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.કન્યાઓએ જાળવી રાખી પરંપરાશાળાની અન્ય બાળાઓમાં ડાભી માહી વલ્લભભાઈ, ડાભી આયુષી રમણીકભાઇ અને ડાભી દિનલ ભાવિનભાઈએ પણ ફાઈનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ધોરણ-8ની NMMS પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ સારા ગુણ મેળવી સફળતા મેળવી છે. શાળાની આ સિદ્ધિ પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન તેમજ SMC અને ગ્રામજનોનો સહકાર મુખ્ય હોવાનું શાળા પરિવારે જણાવ્યું છે. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.#MorbiUpdate #EducationNews #CETResult #NMMS #MorbiSchool #BrightFuture #GujaratEducation #StudentSuccess #GulabnagarSchool