મોરબી : વધતી જતી મોંઘવારી અને ખોરવાયેલા ઘરના બજેટના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આવતીકાલે ૧૧ માર્ચે સવારે ૯:૩૦ વાગ્યે શાક માર્કેટ, નગર દરવાજા પાસે, મોરબી ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જણાવ્યા અનુસાર, રસોડાથી લઈને રોજિંદી જરૂરિયાતોની દરેક વસ્તુ મોંઘી બનતાં સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં છે. ખાસ કરીને ઘર ચલાવતી માતાઓ અને બહેનોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ અન્યાયી મોંઘવારી સામે જનતાનો અવાજ ઉઠાવવા મહિલા કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમને માત્ર રાજકીય કાર્યક્રમ ન ગણાવતા, તેને માતાઓ-બહેનો અને સામાન્ય પરિવારોના અધિકાર માટેની લડત ગણાવવામાં આવી છે. આથી તમામ નાગરિકો, મહિલાઓ અને કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અવાજને વધુ મજબૂત બનાવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MorbiCongress #MehngaiVirodh #MahilaCongress #Morbi #GujaratPolitics #InflationProtest