બોમ્બ સ્ક્વોર્ડ ટીમને પહોચવામાં દોઢ કલાક જેવો સમય લાગ્યો : મોરબીની સાથે વડોદરાની પારુલ યુનિવર્સિટી, અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર અને જૂનાગઢની પાસપોર્ટ-પોસ્ટ ઓફિસોમાં પણ બોમ્બ બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળ્યામોરબી : રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મોરબી પોસ્ટ ઓફિસ ઉપરાંત રાજ્યના અનેક મોટા શહેરોની કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની પારુલ યુનિવર્સિટી, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ, સુરતની મુખ્ય પાસપોર્ટ ઓફિસ અને જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે. આ ઉપરાંત રાજકોટ પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.મોરબી પોસ્ટ ઓફિસને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 1:10 વાગ્યે બૉમ્બ ફૂટશે તેવો મેઈલ મળ્યો હતો. 12 વાગ્યે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને BDS (બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ)ને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ અંદાજે 5 મિનિટમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. એ ડિવિઝન અને એસઓજીના 6 પીએસઆઈ સહિત 20થી વધુ પોલીસ જવાનોનો કાફલો તુરંત પોસ્ટ ઓફીસે ખડકાઈ ગયો હતો. ગ્રાહકોને અને કર્મચારીઓને સલામતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ટિમ પણ 12:30 વાગ્યા આસપાસ પહોંચી હતી. જો કે BDSની ટિમ છેક 1:30 વાગ્યા આસપાસ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ BDSની ટીને સમગ્ર પોસ્ટ ઓફિસમાં બારીકાયથી ચેકીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. #MorbiUpdate #Morbi #GujaratNews #BombThreat #GujaratPolice #PostOffice #PassportOffice #NewsUpdate