મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નજરબાગ રેલવે સ્ટેશન સામે ભડિયાદ કાંટા પાસેથી આરોપી મુકેશ ડાયાજીભાઇ રાઠોડ ઉ.25 રહે.જંગલેશ્વર મંદિર પાસે, ભડિયાદ કાંટા વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની એક ચપલા બોટલ કિંમત રૂ.275 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.