૩૧ માર્ચ સુધી શનિ-રવિ પણ કચેરીઓ ચાલુ રહેશેમોરબી : મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા અને વર્ષ ૨૦૨૫-૨૬ના મિલકતવેરાના બાકીદારો પાસેથી વેરો વસૂલવા તંત્રએ કમર કસી છે. મિલકતવેરા શાખા દ્વારા બાકીદારોને વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી આગામી તા. ૩૧/૦૩/૨૦૨૬ સુધી સઘન બનાવવામાં આવી છે. જો સમયસર વેરો નહીં ભરાય તો બાકી રકમ પર ૧૮% વ્યાજ વસૂલવામાં આવશે.કડક કાર્યવાહીનો નિર્દેશમહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા જણાવાયું છે કે, જે રહેણાંક મિલકતનો રૂ. ૧૦,૦૦૦ થી વધુ ટેક્સ બાકી હશે, તેમને રૂબરૂ અથવા મોબાઈલ દ્વારા વોરંટ આપવામાં આવશે. તેમ છતાં જો મિલકત ધારક દ્વારા ટેક્સ ભરપાઈ નહીં કરાય તો તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ (ગટર) કનેક્શન કાપી નાખવામાં આવશે.રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારાશેલોકોની સુવિધા માટે તા. ૩૧/૦૩/૨૦૨૬ સુધી દર શનિવાર અને રવિવારે પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસો ખાતે મિલકત વેરો સ્વીકારવામાં આવશે.ટેક્સ ભરવા માટેના સ્થળો અને સમયમુખ્ય કચેરી: મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસમાં સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી પ્રોપર્ટી અને વ્યવસાય વેરો સ્વીકારાશે. (રૂમ નં-૯માં POS મશીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.)ક્લસ્ટર ઓફિસો: નીચે મુજબની ક્લસ્ટર ઓફિસોમાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી વેરો ભરી શકાશે.ક્લસ્ટર-૧: નાની વાવડી પંચાયતક્લસ્ટર-૨: અમરેલી પંચાયતક્લસ્ટર-૩: મહેન્દ્રનગર પંચાયતક્લસ્ટર-૪: ભડીયાદ પંચાયતક્લસ્ટર-૫: ત્રાજપર પંચાયતક્લસ્ટર-૬: ગ્રીનચોક લાઈબ્રેરીક્લસ્ટર-૭: વિશ્વકર્મા બાલમંદિર (વાંકાનેર દરવાજા પાસે)ક્લસ્ટર-૯: શનાળા ગ્રામ પંચાયતક્લસ્ટર-૧૦: રવાપર ગ્રામ પંચાયતક્લસ્ટર-૧૧: લીલાપર ગ્રામ પંચાયતઓનલાઈન વેરો ભરવાની સુવિધાઅરજદારો કચેરીના ધક્કા ખાધા વગર ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પણ પોતાનો પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરી શકે છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકોને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરાઈ છે.વેબસાઈટ: mmcgujarat.in/મોબાઈલ એપ: ગુગલ પ્લે સ્ટોર પર 'Morbi Municipal Corporation' સર્ચ કરી, મહાનગરપાલિકાના લોગો વાળી એપ ડાઉનલોડ કરીને તેમાં મિલકત નંબર નાખીને સરળતાથી ઓનલાઈન ટેક્સ ભરી શકાશે.#MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #PropertyTax #Morbi