માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) મુકામે આવેલ હઝરત હાકમશાહ વલી (રહેમતલ્લાહ અલયહ) નો ઉર્ષ મુબારક આજે તારીખ ૧૦ માર્ચ, ૨૦૨૬ ને મંગળવારના રોજ શાનો શૌકતથી મનાવવામાં આવનાર છે. આ પ્રસંગે તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરોને જલસામાં હાજરી આપી રોનકમાં વધારો કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમ પીર સૈયદ અલાઉદ્દીનશાહબાપુ પીરમહમદશાહબાપુ (ડેલીવાળા) ની સદારત હેઠળ યોજાશે. ઉર્ષના કાર્યક્રમની રૂપરેખા મુજબ, બપોરે ૪:૦૦ કલાકે સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મગરીબની નમાઝ બાદ ન્યાઝ શરીફ અને ઈશાની નમાઝ બાદ નાતખ્વાનીનો કાર્યક્રમ યોજાશે. નાતખ્વાની માટે રાજસ્થાનથી કારી રોશનદીન સિદ્દીકી સાહબ ખાસ ઉપસ્થિત રહી કલામ પેશ કરશે.આ ધાર્મિક કાર્યક્રમ રેફરલ હોસ્પિટલની બાજુમાં, માળિયા (મિયાણા) ખાતે યોજાશે. આ જલસામાં પધારવા ગાદીનશીન સૈયદ હનીફશાહબાપુ હાકમશાહબાપુ તથા સૈયદા તેહસીમ માં હનીફશાહબાપુ અને ચિત્રોડવાળા, ડેલીવાળા તથા કટારીયાવાળા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Maliya #MaliyaMiyana #UrsMubarak #HazratHakamshahVali #MorbiNews #MorbiUpdate #Brotherhood