પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય અને સરકારી યોજનાઓનો લાભ મળે તે હેતુથી આયોજન મોરબી : ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગત 7 માર્ચથી 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોરબી તાલુકાના બગથળા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારંભ નકલંક મંદિરના મહંત દામજી ભગત દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય અને સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તેવા ઉમદા હેતુથી આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. બગથળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો સાંભળીને તેનો ત્વરિત નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ તકે મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, સરપંચ હરેશભાઈ મેરજા, પૂર્વ સરપંચ હરેશભાઈ કાંજીયા, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા, રાજુભાઈ દલસાણીયા, વિશાલભાઈ સાદરીયા તેમજ તલાટી મંત્રી અને તાલુકા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.#Morbi #Bagthala #SevaSetu #GujaratGovernment #MorbiUpdate #PublicService #GovernmentSchemes #MorbiNews