મોરબી : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ અનેકવાર આકસ્મિક દુર્ઘટનાઓનું કેન્દ્ર બનતી હોય છે. કેનાલમાં અકસ્માતે પડી જનારા વ્યક્તિઓ કે પશુઓ સીમ લપસણી હોવાને કારણે બહાર નીકળી શકતા નથી અને પાણીના વહેણમાં તણાઈ જવાથી જીવ ગુમાવે છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે હવે સરકારને એક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું છે.શું છે પ્રસ્તાવ?તાજેતરમાં રાપરના પલાંસવા સ્થિત ‘બાગબાન ફેન કમિટી’ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, નર્મદા કેનાલના નેટવર્કમાં દર 500 મીટરના અંતરે લોખંડની ફોલ્ડિંગ જાળી લટકાવવી જોઈએ. આ જાળીને કલેમ્પ અને નટ-બોલ્ટની મદદથી કેનાલની અંદરની તરફ એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી કોઈ પણ તણાતી વ્યક્તિ તેને પકડીને પોતાનો જીવ બચાવી શકે.‘પ્રાણીમાત્ર પર દયા રાખો’ સૂત્રને સાર્થક કરવા અપીલરજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ગુજરાત સરકારની એસટી બસોમાં ‘પ્રાણીમાત્ર પર દયા રાખો’ તેવું સૂત્ર લખવામાં આવે છે. જો કેનાલમાં આ પ્રકારે જીવ રક્ષક જાળીઓ લગાવવામાં આવે, તો સરકારનું આ સૂત્ર ખરા અર્થમાં સાર્થક થશે. કેનાલના પોલીસ (ઢાળ) સીધા અને લપસણા હોવાથી વ્યક્તિ જાતે બહાર નથી નીકળી શકતી, પરંતુ જો હાથમાં આવી જાળી આવે તો તેને નવું જીવન મળી શકે છે.આ વ્યવસ્થાથી માત્ર માનવી જ નહીં પણ અકસ્માતે ખાબકતા અબોલ પશુઓના જીવ પણ બચાવી શકાશે. હાલમાં આ નવતર પ્રયોગને અમલમાં મૂકવા માટે સરકાર કક્ષાએ વિચારણા કરવામાં આવે માંગ કરાઈ છે.#MorbiUpdate #NarmadaCanal #SafetyFirst #GujaratGovernment #PublicSafety #SaveLife #KutchNews #BreakingNews