કમર તથા કરોડરજ્જુનો દુઃખાવો, ગાદી તેમજ સાયટીકાની ઇન્જેક્શન દ્વારા સારવાર, મણકા તથા કરોડરજ્જુની સર્જરી, મણકાનું ફ્રેક્ચર, મણકાનો ટીબી, મણકાની ગાંઠ, ગરદનનો દુઃખાવો સહિતની સમસ્યાઓનું થશે સચોટ નિદાન અને સારવારમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે કમર, મણકા કે કરોડરજ્જુની ગંભીર તકલીફોની સારવાર માટે છેક રાજકોટ સુધી ધક્કા ખાવાની કે હેરાન થવાની જરૂર નથી. પ્રખ્યાત અને શ્રેષ્ઠતાનું પ્રતીક એવી NABH એક્રેડિટેડ ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) રાજકોટના નિષ્ણાંત સ્પાઈન સર્જન ડૉ. સ્મિત કગથરા હવે દર મહિનાના બીજા બુધવારે મોરબીમાં જ દર્દીઓને તપાસશે અને સચોટ માર્ગદર્શન પૂરું પાડશે.ડૉ. સ્મિત કગથરા (M.B.B.S., M.S.(Ortho), FISS, FMISS - કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન) ફૂલ ટાઈમ ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) રાજકોટમાં સેવા આપે છે. તેઓ કમર તથા કરોડરજ્જુનો દુઃખાવો, ગાદી તેમજ સાયટીકાની ઇન્જેક્શન દ્વારા સારવાર, મણકા તથા કરોડરજ્જુની સર્જરી, મણકાનું ફ્રેક્ચર, મણકાનો ટીબી, મણકાની ગાંઠ, ગરદનનો દુઃખાવો, ગરદન/હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી/ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફ સહિતની સમસ્યાઓના નિષ્ણાંત છે. ઉપરાંત કમર (સ્પાઇન)ની સર્જરીની સલાહ મળી હોય તેવા દર્દીઓએ તેમની પાસેથી અચૂક સેકન્ડ ઓપીનીયન લેવા જેવો હોય છે. ડૉ. સ્મિત કગથરા દર મહિનાના બીજા બુધવારે મોરબીમાં ઓપીડી યોજે છે. જે અંતર્ગત તા.11/3/2026 (બુધવાર)ના રોજ બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી મોરબીની શનાળા રોડ ઉપર એપલ હોસ્પિટલમાં બીજા માળે આવેલ ડો.જયેશ સનારીયાની સ્પર્શ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિકમાં ઓપીડી યોજવાના છે. દર્દીઓએ તપાસ માટે આવતી વખતે પોતાના જૂના તમામ રિપોર્ટ (X-ray, MRI વગેરે) અને હાલમાં ચાલુ હોય તેવી દવાઓની ફાઇલ અચૂકપણે સાથે લાવવી.ડોક્ટરને બતાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે.ઓપીડી : તા.11 માર્ચસમય : 3થી 6સ્પર્શ સ્કીન ક્લિનિક,બીજો માળ,એપલ હોસ્પિટલ,શનાળા રોડ, મોરબીરજીસ્ટ્રેશન માટે :મો.7016342022ફોન.02822226665વધુ માહિતી માટે :જહાંગીર પરાસરા મો.7283912108મો.9974448256