મોરબી: ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે વાવડી કન્યાશાળા ખાતે હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા ૨૨૧મા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જાગૃત નારી દ્વારા મહિલા દિવસની આ સાર્થક ઉજવણીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના પરિવારના સભ્યોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પમાં ઉપસ્થિત તમામ લોકોનું વજન, બ્લડ સુગર અને બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું. આ સાથે જ તપાસ બાદ ત્રણ દિવસની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં વાવડી કન્યાશાળાના આચાર્ય સાગરભાઈ મહેતાનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો હતો.આ કેમ્પ અંતર્ગત જયેન્દ્રબાળાબેન ઇન્દુલાલ મહેતા અને વિદ્યાબેન મહેતા તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ભેટની પણ જાહેરાત કરાઈ હતી. જેમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને ડ્રોઈંગ બુક સાથે કલર બોક્સ અને ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ભેટમાં આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, જસવંતીબેન ચાવડા, રુચિતા પંડ્યા, સુદીપ વોરા અને નાની બાળકી હિયા ચાવડાએ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Vavdi #MedicalCamp #WomensDay2026 #HealthCamp #NariShakti