મોરબી : રાજકોટ અને મોરબી વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. ત્યારે મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનની સુવિધા માટે રાજકોટ-મોરબી વચ્ચે સ્પેશિયલ આરક્ષિત બસ શરૂ કરવા માટે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય ઝાલરીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.અજય ઝાલરીયા દ્વારા મુખ્યમંત્રી, રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ અને મોરબી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, મોરબી એ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પેરિસ સમાન છે. અહીં યાતાયાત અને પરિવહનની સુવિધા વધારવી જરૂરી છે. એસટી વિભાગ (GSRTC) દ્વારા રાજકોટથી મોરબી વચ્ચે પૂરતી સંખ્યામાં સ્પેશિયલ બસ સર્વિસ શરૂ કરવી જોઈએ.વધુમાં માંગ કરવામાં આવી છે કે, આ બસ સેવા ખાસ કરીને મહિલાઓ, ગૃહિણીઓ, નાના બાળકો, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન માટે આરક્ષિત રાખવામાં આવે. જેથી કરીને મહિલાઓને મુસાફરીમાં પડતી હાલાકી દૂર થાય અને 'નારી તું નારાયણી' તથા નારી સશક્તિકરણ અભિયાનને ખરા અર્થમાં વેગ મળી શકે. લોકોની સુખાકારી અને સાર્વજનિક હિતને ધ્યાનમાં રાખીને વહેલીતકે સ્પેશિયલ બસ શરૂ કરવા આવેદનમાં અપીલ કરાઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GSRTC #RajkotMorbiBus #WomenEmpowerment #StudentBus #SeniorCitizen #PublicTransport