રાજકોટના શખ્સના કહેવાથી પશુઓની હેરફેર થતી હતીમોરબી : મોરબીના ગૌપ્રેમીઓએ ગઈકાલે વહેલી સવારે દલવાડી સર્કલ નજીકથી ક્રુરતા પૂર્વક બાંધી 17 અબોલ જીવને કતલખાને ધકેલાતા બચાવી લેવા પ્રકરણમાં એ ડિવિઝન પોલીસે ગૌરક્ષકની ફરિયાદના આધારે પાંચ આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રુરતા આચરવા સબબ ગુન્હો દાખલ કર્યો હતો.મોરબીના દલવાડી સર્કલ નજીક ગઈકાલે ક્રુરતા પૂર્વક 17 પશુઓ ભરેલ વાહન ગૌરક્ષકોએ ઝડપી લીધા બાદ નવી પીપળી ગામે રહેતા વૈભવ જીતેશભાઈ ઝાલરીયાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આરોપી (1) અનવર સલીમભાઈ શેખ રહે.રણછોડનગર મોરબી (2) ફરહાન ઉર્ફે તોફિક અનવર પીલુડિયા રહે.ટંકારા (3)અરમાન કુરેશી રહે.રાજકોટ (4) સાહિલ કુરેશી રહે.રાજકોટ અને (5) ભાવિન ઘનશ્યામભાઈ પટેલ રહે.રાજકોટ વાળા વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા આચરવા મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી 17 અબોલ જીવને મુક્ત કરાવી 4 લાખની કિંમતનું વાહન કબ્જે કર્યું હતું.મહત્વનું છે કે, પોલીસે ઝડપી લીધેલ આરોપીઓએ રાજકોટના ભાવિન પટેલના કહેવાથી પશુઓની હેરફેર કરતા હોવાનું કબુલ્યું હતું.