યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર હંમેશા સિરામિક ઉદ્યોગની પડખે ઉભી રહેશે : મુખ્યમંત્રીની ખાતરી ગાંધીનગર: હાલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે અનેક આર્થિક અસરો જોવા મળી રહી છે, જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ પડી છે. યુદ્ધની સ્થિતિને પગલે ઇમ્પોર્ટડ ગેસ અને એક્સપોર્ટમાં ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવા માટે મોરબીના ધારાસભ્ય દુલભજી દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીએ આપી ખાતરી: ઉદ્યોગની મુશ્કેલીમાં સરકાર સાથે રહેશેઆ બેઠક દરમિયાન યુદ્ધના કારણે સિરામિક ઉદ્યોગમાં ગેસના પુરવઠા અને નિકાસમાં જે અવરોધો ઉભા થયા છે તે બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે, યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર હંમેશા સિરામિક ઉદ્યોગની પડખે ઉભી રહેશે અને ઉદ્યોગને થતી તમામ મુશ્કેલીઓમાં શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ યોજાઈ બેઠકોમુખ્યમંત્રી ઉપરાંત, પ્રતિનિધિ મંડળે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. આ સિવાય રાજ્ય સરકારના અગ્ર સચિવ એમકે દાસ અને ગુજરાત ગેસના એમડી અવંતિકાસિંગ સાથે રૂબરૂ મળીને ઉદ્યોગના પ્રશ્નો અને ગેસ પુરવઠા બાબતે સવિસ્તાર ચર્ચા કરી હતી.સિરામિક એસોસિએશને માન્યો આભારસરકાર તરફથી મળેલી હકારાત્મક ખાતરી અને ઉદ્યોગના વિકાસ માટેના સહકાર બદલ મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. યુદ્ધની સ્થિતિમાં પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ ટકી રહે અને તેની ઉન્નતિ થાય તે માટે સરકાર અગ્રેસર રહીને સાથ-સહકાર આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiCeramicAssociation #CMGujarat #BhupendraPatel #DullabhjiDethariya #CeramicIndustry #IranIsraelWar #GujaratGovernment #GasSupply #ExportImport #