મોરબી : મોરબી સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે અલગ અલગ બે દરોડામાં વરલી મટકાના બે જુગારીઓને ઝડપી લીધા હતા.જેમાં પ્રથમ દરોડામાં સો ઓરડી નજીક વરિયા મંદિર પાસેથી આરોપી મકસુદ મુસાભાઈ ચૌહાણને વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 900 સાથે ઝડપી લીધો હતો.જ્યારે તાલુકા પોલીસે ભડિયાદ ગામે રામાપીર ઢોરા પાસેથી આરોપી સુરેશ પ્રેમજી છેલાણીયા રહે.ગોકુલપુર, મકનસર વાળાને રોકડા રૂપિયા 240 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.