મોરબી : માળીયા મિયાણા - જામનગર હાઇવે પર સરવડ ગામના નાલા પાસે જીજે- 36 - ટી - 6789 નંબરના ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટેન્કર ચલાવી જીજે - 18 - ઝેડ - 5986 નંબરની એસટી બસના ઠાઠાના ભાગે ટક્કર મારતા એસટી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બસના આગળ તેમજ પાછળના ભાગે નુકશાન થતા બસ ડ્રાઇવર અરવિંદભાઈ સવાભાઈ હૂંબલ રહે.મોટી બરાર તા.માળીયા વાળાએ ટેન્કર ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.