મોરબી : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. રવિવારે રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનના વિશાળ અંતરથી હરાવીને સતત બીજી વખત વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી છે. આ સાથે જ ભારતે ક્રિકેટ જગતમાં પોતાનો અશ્વમેઘ દબદબો સાબિત કરી દીધો છે.ભારતીય બેટ્સમેનોએ કીવી બોલરોને રીતસરના ધોયાટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી. ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસને મેદાનની ચારે તરફ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. સંજુ સેમસને માત્ર 46 બોલમાં 89 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે અભિષેક શર્માએ માત્ર 21 બોલમાં 52 રન ફટકારીને ટીમને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશને 25 બોલમાં 54 રન અને ડેથ ઓવરોમાં શિવમ દુબેએ માત્ર 8 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમીને સ્કોરબોર્ડને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 255 રન સુધી પહોંચાડી દીધો હતો. T20 વર્લ્ડ કપ ફાઇનલના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે.બુમરાહના યોર્કર અને અક્ષરની ફિરકીમાં ન્યૂઝીલેન્ડ ફસાયું256 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ પર ભારતીય બોલરો શરૂઆતથી જ હાવી રહ્યા હતા. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી કીવી બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. બુમરાહે પોતાની 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ સ્પિનર અક્ષર પટેલે પણ શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ પોતાના નામે કરી હતી. દબાણમાં આવી ગયેલી ન્યૂઝીલેન્ડની આખી ટીમ 19 ઓવરમાં માત્ર 159 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.આ ફાઇનલ મેચમાં નોંધાયેલા ખાસ અને ઐતિહાસિક રેકોર્ડ્સ:- હેટ્રિક ટાઇટલ: ભારત 3 વખત (2007, 2024 અને 2026) T20 વર્લ્ડ કપ જીતનારો વિશ્વનો એકમાત્ર દેશ બની ગયો છે.- સળંગ જીતનો ઇતિહાસ: ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં સતત બે વર્લ્ડ કપ (2024 અને 2026) જીતવાનો અનોખો રેકોર્ડ પણ હવે ભારતના નામે છે.- હોમ ગ્રાઉન્ડ પર કમાલ: ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ યજમાન દેશે પોતાના હોમ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપ જીત્યો છે.- સૌથી મોટી પાર્ટનરશિપ: સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડી ફાઇનલમાં 50 થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવનારી પ્રથમ ઓપનિંગ જોડી બની ગઈ છે.- વિશાળ અંતરથી જીત: ફાઇનલ મેચમાં 96 રનથી મળેલી જીત એ T20 વર્લ્ડ કપની ફાઇનલના ઈતિહાસની રનના માર્જિનથી સૌથી મોટી જીત પૈકીની એક છે.મોરબીમાં પણ જોવા મળ્યો જશ્નનો માહોલ: દિવાળી જેવી આતશબાજીભારતની આ ઐતિહાસિક જીતની ઉજવણીમાં મોરબી પણ પાછળ રહ્યું નથી. ફાઇનલ મેચમાં ભારતની જીત નિશ્ચિત થતાની સાથે જ મોરબી શહેર અને જિલ્લાભરના ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં ઠેર-ઠેર ભારે આતશબાજી કરવામાં આવી હતી. યુવાનોએ 'ભારત માતા કી જય' તથા 'ઇન્ડિયા... ઇન્ડિયા' ના નારાઓથી મોરબીનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. ક્રિકેટ રસિકોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. જાણે દિવાળીનો તહેવાર હોય તેવી આતશબાજી સાથે અદભુત અને ઉત્સાહવર્ધક માહોલ સમગ્ર મોરબી પંથકમાં જોવા મળ્યો હતો.#T20WorldCup2026 #TeamIndia #WorldCupChampions #IndiaVsNewZealand #CricketNews #SportsUpdate #NarendraModiStadium #Morbi #MorbiUpdate #MorbiNews