મોરબી: આગામી સમયમાં યોજાનારી મોરબી કોર્પોરેશનની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને અગ્રણીઓએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લેખિત રજૂઆત કરીને ચૂંટણી જીતવા માટે જ્ઞાતિ સમીકરણો ધ્યાને લેવા ભાર મૂક્યો છે. જેમાં ખાસ કરીને સતવારા (દલવાડી) સમાજને મેયર પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.મોરબીના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ એલ.એમ. કજારિયા, પૂર્વ શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં વસ્તીની દ્રષ્ટિએ પટેલ સમાજ બાદ બીજા નંબરે સતવારા સમાજ આવે છે. કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ ઓબીસી અનામત રોટેશન હોવાથી જો ચૂંટણી પહેલા જ સતવારા સમાજના ચહેરાને મેયર પદ માટે પ્રોજેક્ટ કરવામાં આવે, તો કોંગ્રેસને મોટી વોટબેંકનો સીધો ફાયદો થઈ શકે તેમ છે.વધુમાં અગ્રણીઓએ પક્ષને ટકોર કરતા જણાવ્યું હતું કે, અન્ય પક્ષોમાંથી ટિકિટ ન મળતા છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં જોડાનારા 'આયારામ-ગયારામ' ને બદલે કપરા સમયમાં પણ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા પાયાના કાર્યકરોને જ ટિકિટ આપવામાં આવે. જે લોકો પક્ષ છોડીને જતા રહે તેવા મોસમી નેતાઓને બદલે પ્રજા વચ્ચે રહીને કામ કરતા આગેવાનોને પ્રાધાન્ય આપવાની માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Congress #Election2026 #MorbiCorporation #OBC #SatwaraSamaj #GujaratPolitics #PoliticalNews