મોરબી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી (આણંદપુર) પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુના હેઠળ નાસતા ફરતા આરોપી ઇમરાન મામદભાઇ પલેજા (ઉ.વ.૩૫, રહે. કાલિકા પ્લોટ, જલાલ ચોક, મોરબી) ને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી પકડ્યો હતો.પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નાની મોલડી પોલીસ સ્ટેશનને જાણ કરવાની તજવીજ કરી છે. આ કામગીરી ઇન્ચાર્જ પો.ઇન્સ વી.એન.પરમાર, પો.સબ.ઇન્સ જે.સી.ગોહિલ, એ.એસ.આઇ એસ.વી.દાફડા, કે.એમ.મિયાત્રા, આર્મ એ.એસ.આઇ વિજયદાન ગઢવી, પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા, પો.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, જયદીપભાઇ દેવસુર, રવિભાઇ પટેલ અને અશ્વિનસિંહ સુર દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #ADivisionPolice #Arrest #ProhibitionCase #Surendranagar #CrimeNews