આ સમગ્ર મામલાનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશેમોરબી: મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં ચાલુ ક્લાસે બાળકો સામે દારૂ પીને ખેલ કરનાર શિક્ષક સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. આ ગંભીર મામલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નશાખોર શિક્ષકને ફરજ મોકૂફ કર્યો છે. મળતી માહિતી મુજબ, આંદરણા ગામની સરકારી શાળા નંબર એ-01માં શિક્ષક રાજુભાઇ ખીમજીભાઈ પરમારે ચાલુ શાળાએ બાળકોની સામે જ દારૂની મહેફિલ માણી હતી. આ ઘટનાની જાણ થતાં વાલીઓ અને સરપંચના પતિએ પોલીસ બોલાવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ શરમજનક ઘટના સામે આવ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કડક એક્શન લેવામાં આવ્યા છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અપાયેલી માહિતી અનુસાર, સંડોવાયેલા શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તુરંત જ તેને ફરજ મુક્ત દેવાયો છે, આ સમગ્ર મામલાનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારમાં કરવામાં આવશે અને શિક્ષક સામે કડક ખાતાકીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે.જ્યાં સુધી આ મામલે પોલીસ તપાસ પૂર્ણ ન થાય અને કાયદાકીય પ્રક્રિયા મુજબ શિક્ષક દોષિત કે નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેમનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવશે તેવું શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.#Morbi #Andarna #MorbiUpdate #EducationDepartment #TeacherSuspended #MorbiPolice #GujaratNews #GujaratiNews #CrimeNews #MorbiNews