ટંકારા : ટંકારાના ભાગોળે કલ્યાણપર જવાના માર્ગ પર આવેલા માછલીયા તળાવમાં કેટલાક બેજવાબદાર લોકો દ્વારા વેસ્ટ કચરાના મોટા ઢગલા કરી જવામાં આવતા તળાવને ભારે નુકશાન પહોંચી રહ્યું છે.તળાવમાં કચરો ઠાલવવાની આ ગંભીર પ્રવૃત્તિને કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોમાં એવી ચિંતા સેવાઈ રહી છે કે, વરસાદના સમયે આ કચરાના કારણે તળાવનું પાણી ભયંકર રીતે દૂષિત થશે, જે ભવિષ્યમાં મોટું નુકસાન સર્જી શકે છે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને તળાવમાં કચરો નાખનાર જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.#MorbiUpdate #Tankara #MachhaliyaTalav #Environment #WaterPollution #TankaraNews #MorbiNews