ટંકારા : આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કન્યા વિદ્યાલયમાં સ્ત્રી શક્તિના સન્માન અર્થે આગામી ૯ માર્ચના રોજ 'નારી શક્તિ પૂજન' કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં નારી તત્વને વંદન કરવા માટે વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે. જેમાં વિશેષ પૂજન વિધિ, બહેનો દ્વારા વિવિધ કલા-કૃતિઓની પ્રસ્તુતિ સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ, આકર્ષક પોશાક પહેરીને આવનાર બહેનો માટે બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશન અને મનોરંજન માટે વિવિધ ગેમ્સ મુખ્ય આકર્ષણ બની રહેશે.કાર્યક્રમની વિગતોતારીખ: ૦૯ માર્ચ ૨૦૨૬ (સોમવાર)સમય: સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ કલાકસ્થળ: ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારાઆ કાર્યક્રમમાં જોડાવા માટે આયોજકો દ્વારા તમામ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાસ કરીને બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છતી બહેનો માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે માટે ભાવનાબેન (મો. ૯૫૧૨૪ ૨૪૯૯૯) નો સંપર્ક કરવા જણાવાયું છે. 'નારી તું નારાયણી' ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને ઉજવણીમાં ભાગ લે તેવી અપીલ કરવામાં આવી છે.#Tankara #OrpatKanyaVidyalaya #NariShaktiPujan #WomensDay2026 #MorbiUpdate #TankaraNews #NariShakti