મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આજે અંગ્રેજી વિષયનું પેપર લેવાયું હતું. મોરબીની સાર્થક વિદ્યામંદિરના અંગ્રેજી વિષયના શિક્ષક કૃપલભાઈ શેઠ દ્વારા આજના પેપરનું સચોટ વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે મુજબ આજનું પેપર દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ રહ્યું હતું.વિભાગવાર પેપર એનાલિસિસ • સેક્શન-A: આ વિભાગ વિદ્યાર્થીઓ માટે એકદમ સરળ રહ્યો હતો અને રોકડા માર્ક અપાવનારો સાબિત થયો છે. • સેક્શન-B: આ વિભાગમાં માત્ર બે પ્રશ્નોના જવાબ થોડા ધ્યાન રાખીને લખવા પડે તેવા હતા, બાકીના તમામ પ્રશ્નો વિદ્યાર્થી કક્ષાએ સરળ હતા. • સેક્શન-C: કવિતાના સ્ટાન્ઝા (Stanza) પરથી પૂછાયેલા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ થોડું વિચારીને જવાબ લખવા પડે તેમ હતા. • સેક્શન-D (ગ્રામર): વ્યાકરણ વિભાગમાં પૂછાયેલા તમામ પ્રશ્નો અગાઉની પરીક્ષાઓના નિયમિત ટોપિક મુજબ જ હતા, જેથી વિદ્યાર્થીઓને ગ્રામર વિભાગમાં કોઈ મુશ્કેલી પડી ન હતી. • સેક્શન-E (રાઈટિંગ): આ વિભાગ પણ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક રહ્યો હતો. નિબંધ, અરજી લેખન અને ઈમેલ જેવી બાબતો નિયમિત ફોર્મેટ મુજબની હોવાથી માર્કસ મેળવવા સરળ બનશે.સમગ્ર રીતે જોતા, પાઠ્યપુસ્તક, વ્યાકરણ કે લેખન વિભાગ એમ ક્યાંય પણ અઘરું પૂછાયું ન હોવાથી આજના અંગ્રેજીના પેપરે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો છે.#MorbiUpdate #MorbiNews #EducationNews #BoardExam2026 #EnglishPaperAnalysis #Std12 #GujaratBoard #SarthakVidhyamandir #StudentLife #ExamUpdate