મોરબી : મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને માળિયા (મિયાણા) પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચનાથી તારીખ ૦૬/૦૩/૨૦૨૬ થી ૧૨/૦૩/૨૦૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત એલ.સી.બી. પી.આઇ. એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડ પી.એસ.આઇ. વી.જી. માલાણી તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા.આ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બી.એન.એસ.ની કલમ ૨૯૮, ૫૪ તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫(૧), ૮(૪) મુજબના ગુનામાં સંડોવાયેલો અને નાસતો ફરતો આરોપી સિકંદર ગફાર સંઘવાણી (ઉ.વ.૩૧, ધંધો માછીમાર, રહે. માળિયા મિયાણા, વાડા વિસ્તાર જુના રેલ્વેસ્ટેશન પાસે) હાલમાં માળિયા (મિયાણા) વાગડીયા ઝાપા પાસે રોડ ઉપર ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપી સિકંદર ગફાર સંઘવાણીને ઝડપી લીધો હતો. હાલમાં પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. #Morbi #MorbiUpdate #MorbiPolice #LCBMorbi #CrimeNews #MaliyaMiyana #Arrest #GujaratPolice