મોરબી : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ફાઈનલ મુકાબલામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રોમાંચક જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મોરબીના ક્રિકેટ રસિકો માટે આ મહામુકાબલાની મજા ડબલ કરવા માટે સ્કાય મલ્ટીપ્લેક્સ દ્વારા એક શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 8 માર્ચ 2026 ના રોજ સાંજે 6:30 કલાકે સ્કાય મલ્ટીપ્લેક્સ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચનું મોટા પડદા પર લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવશે. મોરબીના દર્શકો હવે મલ્ટીપ્લેક્સના શાનદાર સાઉન્ડ અને મોટા સ્ક્રીન પર સીધા સ્ટેડિયમ જેવો માહોલ અનુભવી શકશે.આ ફાઈનલ મેચના લાઈવ સ્ક્રીનિંગ માટે ટિકિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીના તમામ ક્રિકેટપ્રેમીઓ વહેલા તે પહેલાના ધોરણે પોતાની ટિકિટ બુક કરાવીને પોતાના પરિવાર અને મિત્રો સાથે આ ઐતિહાસિક મેચનો આનંદ માણી શકે છે.#Morbi #MorbiUpdate #T20WorldCup2026 #INDvsNZ #WorldCupFinal #CricketFever #SkyMultiplex #MorbiNews