બાળકના માતા પાડોશીને ફરિયાદ કરવા જતા પરિણીતાને માર મરાયોમોરબી : મોરબીના ટીંબડી ગામે આવેલ શ્રી હરિ સોસાયટીમાં તોફાન કરી રહેલા નાના બાળકને પાડોશમાં રહેતી યુવતીએ પોતાના ઘરે બાથરૂમમાં પુરી દેતા આ બાબતે બાળકના માતા યુવતીના પિતાને ફરિયાદ કરતા મામલો બીચકયો હતો અને પાડોશી પરિવારે બાળકના માતાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે ટીંબડી ગામે શ્રી હરિ સોસાયટીમાં રહેતા પાયલબેન જીજ્ઞેશભાઈ સાધુ ઉ.35 નામના મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સંતોષ પાંડે, રાણીબેન સંતોષ પાંડે, નિકીબેન સંતોષ પાંડે અને આરોપી એન્જલ સંતોષ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમની સાત વર્ષનો પુત્ર રુદ્ર તોફાન કરતો હોવાથી સંતોષ પાંડેની પુત્રીએ ઘરના બાથરૂમમાં પુરી દીધો હોય આ બાબતે સંતોષ પાંડેને ફરીયાદ કરતા સંતોષ પાંડે અને તેમનો પરિવાર પરિણીતા સાથે ઝઘડા પર ઉતરી આવ્યો હતો.બાદમાં આરોપીઓએ પાયલબેનને પકડીને માર મારતા માથામાં ટાંકા આવ્યા હતા.બનાવ અંગે પોલીસે પાડોશી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.