વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા અથવા રસ્તો શરૂ કરવા માંગમોરબી: મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટરની કામગીરી માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે. પરંતુ લાંબા સમયથી કામગીરી આગળ ન વધતા સ્થાનિક વેપારીઓ અને પેશન્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગત તારીખ 19ના રોજ જેસીબી વડે ગટર નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો. માત્ર બે દિવસ કામ કર્યા બાદ છેલ્લા 20 દિવસથી આ રસ્તો બંધ હાલતમાં છે. મહેન્દ્રપરા મેઈન રોડ પર 30 જેટલી દુકાનો આવેલી છે, રસ્તો બંધ હોવાથી વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. ઉપરાંત આ વિસ્તારમાં ક્લિનિક અને મેડિકલ સ્ટોર્સ આવેલા હોવાથી રિક્ષા કે અન્ય વાહનો આવી શકતા નથી, જેને કારણે પેશન્ટોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ અંગે વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેને રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, હોળીના તહેવારને કારણે મજૂરો વતનમાં ગયા હોવાથી કામગીરી અટકી પડી છે. કમિશનરે ખાતરી આપી છે કે આગામી 10 તારીખથી કામ ફરી શરૂ થશે અને 15 તારીખ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જોકે, વેપારીઓની માંગ છે કે કાં તો કામ ઝડપથી પૂરું કરવામાં આવે અથવા રસ્તો ચાલુ કરી ભૂંગળા હટાવી લેવામાં આવે જેથી અવરજવર ચાલુ થઈ શકે.#MorbiUpdate #Morbi #Mahendrapara #RoadIssue #SewerageWork #TradersProtest #MunicipalCommissioner #SwapnilKhare #MorbiNews #GujaratNews #CivicIssues