મોરબી : મોરબી - માળીયા હાઇવે પર હરિપર ગામના પાટિયા નજીક ગઈકાલે જીજે - 15 - એવી - 2356 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનું કન્ટેનર ચલાવી આગળ જતા જીજે - 12 - બીવી - 3718 નંબરના ડમ્પરના ઠાઠાના ભાગે ભટકાડી અકસ્માત સર્જતાં કન્ટેનર ચાલકને બન્ને પગમાં ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ડમ્પર ચાલક ઇકબાલભાઈ સુલતાનભાઇ બાવા રહે.ઇન્દીરાનગર, કોટડા, તા.અંજાર કચ્છ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.