ત્રણેક માસ પૂર્વે સુસવાવ રોડ પર સગીરે પુરપાટ ઝડપે બાઈક ચલાવી અકસ્માત સર્જ્યો હતોહળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામથી કેદારીયા મહાદેવ મંદિર રોડ પર ડિસેમ્બર માસમાં સગીર ભત્રીજા પાસે લાયસન્સ નહિ હોવા છતાં અને પુરી ઉંમર ન હોવા છતાં કાકાએ બાઈક ચાલવા આપ્યું હોય અને બાઈક ચાલવતી વખતે સગીરનું મૃત્યુ નિપજતા ત્રણેક મહિના જુના કિસ્સામાં પોલીસે બાઈક ચલાવવા આપનાર કાકા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.આજના સમયમાં સગીર બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે બોધપાઠરૂપ અને ચેતવણી આપતા કિસ્સામાં હળવદ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. જેમાં ગત તા.26 ડિસેમ્બરના રોજ આરોપી સંજયભાઇ રૂપાભાઈ પંચાસરા રહે.નવી શિરોઈ તા.હળવદ વાળાએ પોતાના સગીર વયના ભત્રીજા પિયુષ ઉર્ફે કિશન વિજયભાઈ પંચાસરા ઉ.16 પાસે લાયસન્સ ન હોવાનું જાણવા છતાં તેમજ પૂર્ણ ઉંમર ન હોય તેમ છતાં જીજે - 36 - એએમ - 3955 નંબરનું બાઈક ચલાવવા આપતા સગીરે પુરપાટ ઝડપે બાઈક ચલાવી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પીએસઆઇ એન.આર.વાણિયાએ ફરિયાદી બની મૃતક સગીરના કાકા સંજય રૂપાભાઈ પંચાસરા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.