ટ્રક પર ટાયર ફરી વળતા વૃદ્ધનો પગ કાપવો પડ્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ચોકડીથી માટેલ તરફ જતા રસ્તા પર ગત જાન્યુઆરી માસમાં પગપાળા જતા વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લઈ પગ પર ટાયર ચલાવી દેતા પગ કાપવો પડ્યો હતો.બનાવ અંગે સમાધાનની વાતચીત બાદ સમાધાન ન થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.3 જાન્યુઆરીના બપોરના સમયે પ્રવિણભાઈ જીવનભાઈ કારીયા નામના વૃદ્ધ પાડધરા ચોકડીથી માટેલ તરફ જતા રોડ પર ચાલીને જતા હતા ત્યારે જીજે- 32 - ટી - 6555 નંબરના ટ્રક ચાલકે પ્રવિણભાઈને હડફેટે લઈ ટ્રકનું ટાયર પગ પર ચલાવી દેતા ગંભીર ઇજાઓ બાદ એક પગ કાપવો પડ્યો હતો.અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સાથે સમાધાનની વાતચીત બાદ સમાધાન ન થતા ઘટના અંગે પ્રવીણભાઈના મુંબઈ રહેતા પુત્ર આનંદ પ્રવીણભાઈ કારીયાએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.