ટંકારા: ટંકારા તાલુકામાં કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સી (CBDC) યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA) ના લાભાર્થીઓને ડિજિટલ રૂપિયા મારફતે અનાજ વિતરણની સુવિધા શરૂ કરવામાં આવી છે. ટંકારા મામલતદાર કચેરી દ્વારા તમામ લાભાર્થીઓને ઓનબોર્ડિંગની કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ નવી યોજના હેઠળ હવે લાભાર્થીઓ માત્ર પેમેન્ટ વિકલ્પમાં QR કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકશે. આ પદ્ધતિથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની જરૂરિયાત દૂર થશે, છેતરપિંડી ઘટશે અને વિતરણ પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.જે લાભાર્થીઓના આધાર કાર્ડમાં અને રેશનકાર્ડમાં એક સમાન મોબાઈલ નંબર નોંધાયેલો છે અને બીજી વિગતો મેચ થાય છે, તેવા તમામ રેશનકાર્ડ હોલ્ડરનું વાઈટ લિસ્ટિંગ (White-listing) કરી દેવામાં આવ્યું છે. આ વાઈટ લિસ્ટ કરાયેલ લાભાર્થીઓની યાદી વ્યાજબી ભાવની દુકાનદારો અને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઈઝ (VCE) ને આપવામાં આવી છે.રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે લાભાર્થીઓએ પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી 'PNB Digital Rupee' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. લાભાર્થીઓ આ એકાઉન્ટ જાતે ઓનલાઈન બનાવી શકે છે અથવા VCE પાસે જઈને પણ ખોલાવી શકે છે.સફળ રજીસ્ટ્રેશન બાદ, આ એપ્લિકેશનના ડિજિટલ વોલેટમાં સરકાર દ્વારા દર મહિને ડિજિટલ કરન્સી (e₹) ઉમેરવામાં આવશે. લાભાર્થીઓ આ પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ વેપારીઓને ચુકવણી માટે કરીને પોતાની જરૂરિયાત મુજબનું અનાજ મેળવી શકશે.#MorbiUpdate #Tankara #CBDC #DigitalRupee #NFSA #RationCard #DigitalIndia #GujaratNews