મોરબી : ઈરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને પગલે પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓ બજારમાં વહેતી થઈ છે. જેના કારણે અમુક વિસ્તારોમાં ગભરાટ ફેલાતા લોકોએ વાહનોમાં ઇંધણ ભરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મોરબી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.મોરબી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભીએ એક નિવેદનમાં જાહેર કર્યું છે કે, મોરબી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સતત અને રાબેતા મુજબ ચાલુ જ રહેશે. તેઓએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ ફરતા કોઈ પણ પ્રકારના ફેક મેસેજ કે અફવાઓ પર જરા પણ ધ્યાન આપવું નહીં.વધુમાં તેઓએ લોકોને ખાસ અનુરોધ કર્યો છે કે, ગ્રાહકોએ પોતાની રોજિંદી જરૂરિયાત મુજબ જ પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવી. બિનજરૂરી રીતે ઇંધણનો મોટો સ્ટોક એકઠો કરીને આગ કે અન્ય દુર્ઘટનાનું જોખમ ઊભું કરવું નહીં. નાગરિકોને સહેજ પણ ગભરાવાની જરૂર નથી.#MorbiUpdate #MorbiNews #Morbi #PetrolDiesel #PetrolPump #NoShortage #FakeNewsAlert #MorbiPetroleumAssociation #GujaratNews